બોટાદ તાલુકાના ગામડાએામાં કોરોના રસીકરણ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી કરનારને પ્રોત્સાહિત કરતા શ્રી હર્ષદ મહેતા,પોલીસ અધિક્ષક બોટાદ

હાલમાં ચાલી રહેલ કોરોના કોવીદ-૧૯ ની મહામારી સામે સરકારશ્રી દ્રારા શરૂ કરવામાં આવેલ રસીકરણ અભિયાન અંતર્ગત સમગ્ર બોટાદ જિલ્લામાં હાલમાં ૪૫ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને કોરોના કોવીદ-૧૯ સામે પ્રતિકારક રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે અને સરકારશ્રી દ્રારા આ રસીકરણનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે અને નાગરિકો જાગૃત થઈ કોરોના સામેની આ પ્રતિકારક રસી લે તે હેતુથી રસીકરણ અભિયાનને કાર્યક્ષમ બનાવવાની જવાબદારી જે તે ગામના તલાટી-કમ-મંત્રીશ્રી, આશાવર્કર બહેનો અને સરપંચશ્રી નાએાને આપેલ છે.
બોટાદ જિલ્લાના તમામ તાલુકાએામાં રસીકરણ અભિયાન અંતર્ગત સારી/નોંધપાત્ર કામગીરી થયેલ ગામડાએાના તલાટી-કમ-મંત્રીશ્રી, આશાવર્કર બહેનો અને સરપંચશ્રી નાએાને પ્રોત્સાહિત કરી સન્માનીત કરવાનું આયોજન જિલ્લા પ્રશાસન તંત્ર દ્રારા કરવામાં આવેલ.
બોટાદ જિલ્લામાંથી બોટાદ તાલુકાના ગામડાએામાં નોંધપાત્ર રસીકરણની કામગીરી થયેલ છે તેવા નાગલપર, રતનવાવ, સેંથળી, ઝીંઝાવદર અન ઝમરાળા ગામના તલાટી-કમ-મંત્રીશ્રી, આશાવર્કર બહેનો અને સરપંચશ્રી નાએાને સન્માનિત કરવાનો કાર્યક્રમ ઝમરાળા ગામના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદ નાએાની અઘ્યક્ષતામાં યોજાયેલ.
સદરહું કાર્યક્રમમાં શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદ, તાલુકા વિકાસ અધિકારી શ્રી એસ.એન.સુથાર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઝમરાળાના મેડીકલ એાફીસર્સ ડો. જયદિપ કણઝરીયા તથા ડો. શ્રદ્ધા ભાવનગરીયા, તુરખા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તુરખાના મેડીકલ એાફીસર ડો. નરેશ ખંભાળીયા અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાખેણીના મેડીકલ એાફીસર ડો. ભગીરથ કણઝરીયા નાએા તેમજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર બોટાદ પોલીસ સ્ટેશન શ્રી એ.જે.પંડ્યા ઉપસ્થિત રહેલ. તેએાની સાથે જિલ્લા પ્રોગ્રામ કોર્ડિનેટર શ્રી હિતેશ રાઠોડ અને પી.એચ.એન. શ્રી મધુબેન પંડીય અને ગામના આગેવાનો ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી હર્ષદ મહેતા,પોલીસ અધિક્ષક બોટાદ નાએા દ્રારા કોરોના કોવીદ-૧૯ સામે ચાલી રહેલ રસીકરણ અભિયાનનું મહત્વતા બાબતે હાજર રહેલ ગ્રામજનો અને આગેવાનોને જાણકારી આપી ત્યારબાદ બોટાદ તાલુકામાં રસીકરણ અભિયાત અંતર્ગત નોંધપાત્ર કરેલ સારી કામગીરી અન્વયે તમામ પાંચ ગામના પાંચ તલાટી-કમ-મંત્રીશ્રીએા, પાંચ સરપંચશ્રીએા અને આ પાંચેય ગામની તમામ મળી કુલ-૧૫ આશાવર્કર બહેનોને પ્રોત્સાહિત કરી સન્માનીત કરવામાં આવેલ તથા બોટાદ તાલુકાના ઝમરાળા, તુરખા અને લાખેણી ગામના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ એાફીસર્સ ને પણ કોરોના મહામારીમાં સારી કામગીરી કરવા બદલ સન્માનીત કરવામાં આવેલ.
વધુમાં શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદ નાએા દ્રારા ઝમરાળા ગામની વિલેજ વિઝિટ કરવામાં આવી અને આજથી બોટાદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલ ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટેના રસીકરણ કેન્દ્રોની જાણકારી આપી સરકારશ્રી દ્રારા શરૂ કરવામાં આવેલ આ રસીકરણ અભિયાનનો લોકોને વધુમાં વધુ લાભ લેવા અપિલ કરવામાં આવી. રિપોર્ટ બાય ઃ લાલજી બોટાદ