રાજ્યમાં કોરોનાની આફતને ઝડપભેર કાબૂમાં મેળવવા માટે આજથી તમામ જિલ્લામાં 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોને કોવિડ રસી આપવામાં આવશે

હાલ આ આફત સામે રસી જ એક માત્ર ઉપાય છે, જેથી વધુને વધુ લોકોને આપી શકાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં રાજકોટ ગ્રામ્ય માટે અત્યારે 25 સેશન સાઈટ નક્કી કરવામાં આવેલી છે, અને પ્રતિ દિવસ 5 હજાર ડોઝનો લક્ષ્ય પણ રાખવામાં આવેલો છે. જેમાં દરેક સેશન સાઈટ પર 200 લોકો રસી લઇ શકશે. હાલ 45 વર્ષ ઉપરના લોકોમાં જે જાગૃતતા આવી જોઈએ તે જોવા ન મળતા હાલ 18 વર્ષથી ઉપરના લોકો માટે આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે. બીજી તરફ સરકારનો લક્ષ્યાંક એ પણ છે કે જે ગ્રામ્ય કે પછી નગરપાલિકા વિસ્તારમાં લોકો રસી લેવા માટે તૈયાર હોય તેઓને સૌ પ્રથમ રસી આપી કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે. પરંતુ જે કોઈ ગામડાંના લોકોને રસી લેવી હોય તો તે પણ નજીકના સ્થળ પર રસી લઇ શકશે. રાજકોટ જિલ્લાના સીડીએચઓ નિલેશ શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સૌ પ્રથમ નગરપાલિકા અને ઔદ્યોગિક વિસ્તારને આવરી લેવામાં આવશે. જેનું એક માત્ર કારણ એ છે કે, આ વિસ્તારના લોકો રસી લેવા માટે જાગૃત થયા છે અને હકારાત્મક અભિગમ પણ દાખવ્યો છે. ઈચ્છિત લોકોએ સાંજના 5 વાગ્યે રસી લેવા માટે ઓનલાઈન નોંધણી કરવી પડશે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં વધુને વધુ લોકોને રસી આપવામાં આવશે, ત્યારબાદ ગામડાંઓમાં પૂરતું ધ્યાન અ