અલગ અલગ ત્રણ જગ્યાએથી ઇગ્લીશ દારૂ તથા વાહનો મળી ફિ.રૂ. ૨૭,૨૬,૮૦૦/-ના મુદામાલ ઝડપી ત્રણ ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હેપોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ-ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં જુગાર પ્રોહિબીશનની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી એસ વાઘેલા અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ આપેલ સુચના અન્વયે આજરોજ વહેલી સવારથી મળેલ ખાનગી બાતમીઆધારે પો.ઇન્સ. એસ એસ દેસાઇ નાઓએ પોલીસની ટીમો બનાવી બાતમીવાળી જગ્યાએ રેડો કરતા અલગ અલગ જ્ગ્યાએથી ત્રણ સારી ગુણવતાનો ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં આવેલ છે અને આરોપીઓવિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય : હીનલ જોષી અંજાર