મિરઝાપર ગામે થયેલ મોબાઇલ ટાવરના કેબલ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

મળતી માહિતી મુજબ/ પોલીસ મહાનરીક્ષક જે.આર.મોથલીયા બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ નાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજવિભાગ ભુજનાઓ સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમ.ચૌઘરી નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ના એ પાર્ટ ગુ.ર.ન-.૧૩૧૫/૨૦૨ર૧ ઈ.પી.કો કલમ- ૩૭૯ મુજબના ગુનાનો ભેદ ઉકેલવા સારૂ સર્વેલન્સ સ્ટાફનીcટીમ પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજાનાઓની બાતમી હકીકતઆધારે ઉપરોક્ત ગુન્હા કામેના આરોપીઓને પકડી પાડેલ છે. તેમજ સદર ગુન્હા કામેનો તમામ મદ્ામાલ રીકવર કરી મજકુર આરોપીઓના કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી અટક કરવામા આવેલ છે. તેમજ સદર ગુનાની આગળની તપાસ પો.સબ ઇન્સ વી.એસ.ચૌહાણ નાઓ ચલાવી રહેલ છે. રીપોર્ટ બાય: તેજસ પરમાર કચ્છ કેર ટીવી ન્યૂઝ ભુજ