જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતાં ૦૮ ઇસમોને રોકડ રૂ.૨૩,૧૮૦/-નાં મુદા માલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. .એન.જી.જાડેજા, એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા અને દારુ- જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સખત સુચનાઓ આપેલ હતી.
એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર બોરતળાવ પો.સ્ટે વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ફુલસર ગામ, સંસ્કાર વિધાલય પાસે પહોંચતા હેડ.કોન્સ એમ.પી.ગોહીલને મળેલ બાતમી આધારે ફુલસર ૨૫ વારીયા, ઘનશ્યામ નગરની આગળ, મુખ્ય મંત્રી આવાસ યોજનાના નવા બનતા મકાનોની બાજુમાં, બ્લોક નં. ૪૮૭ ની સામે ગલીમાં જાહેરમાં રેઇડ કરતાં જાહેરમાં તિન પત્તીનો હારજીતનો જુગાર રમતાં માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૨૩,૧૮૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી બોરતળાવ પો.સ્ટે સોંપી આપેલ છે. આ સમગ્ર કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા એન.જી. જાડેજા, એ.પી.જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર એચ.સી જયરાજસિંહ જાડેજા, રાજપાલસિંહ સરવૈયા, એમ.પી. ગોહીલ,પી.સી. જયદિપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહીલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર