વરસાદનું આગમન થતાં કેરા,દહીસરા ગામ એ તળાવો અને નદીઓમાં નવા નીર આવતા વધામણા કરવામાં આવ્યા

હાલમાં જ્યારે લગભગ રાજ્યોમાં વરસાદનુ આગમન થઈ ચૂકયું છે. તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક પૂર જોશમાં વરશે છે. અને ગઈ સાલે પણ સારો એવો વરસાદ થયો હતો. હાલમાં કચ્છમાં પણ ગઈ કાલે કચ્છના ધણા ગામોમાં મેધરાજા મન મૂકીને વરસ્યા હતા. જેમાં કેરા ગામે પણ મેધરાજાએ મહેર કરવી દીધી હતી. જેમાં દહિસરા રોડ પર આવેલ નાગમતી નદી પૂર જોશમાં વહી નીકળી હતી. તો નદી ને જોવા માટે ગામ લોકો ઉમટી પડ્યા અને ખુશી માણી હતી. તો દહિસરા રોડ પરજ આવેલ ઘનશ્યામભાઈની વાડી પાસેનુ શ્રીજી તળાવ પણ ઓગનીગ્યું હતું જેમને વધાવામાં આવ્યું હતું. કેરા મંદિર ના સાખ્ય યોગી બાઈઓના હસ્તે પૂજા અર્ચના કરી વધવાયું હતું. તો આ સાથે સરપંચ તેમજ ગામલોકો પણ હાજર હાલમાં આ તળાવ પશુ પક્ષીઓ માટે ખુબજ ઉપયોગી થાય છે. અને ગણેશ ઉત્સવ હોય કે બીજો કોઈ તહેવાર હોય તો વિસર્જન માટે પણ ગામલોકોને ઉપયોગી થાય છે. હજી પણ ગામના બીજા તળાવો કે ચેક ડેમો તૂટી ગયા છે. જો તેમની મરમ મત કરાય તો પાણીનો સંગ્રહ થઈ સકે અને પશુ પક્ષીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.રિપોર્ટ બાય : રવીલાલ હિરાણી કેરા