પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાનાં નાના રણમાં ભુમાફિયાનો કબજો


પાટણ જિલ્લાની રણની કાંધીએ સાંતલપુર તાલુકામા આવેલ ઘુડખર અભયારણ્યમાં વહીવટીતંત્રને ભૂમાફિયાઓના સહિયારી મીલીભગતને લઈ અહીં સફેદ મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. જેને લઈ વન્યજીવ સૃષ્ટિ નામનેસ થવાના આરે આવી રહી છે.આ ઘુડખર અભ્યારણમાં દસ હજાર હેક્ટર વિસ્તારમાં બિલકુલ કોઇપણ જાતની પરવાનગી વગર ગેરકાયદેસર મીઠું પકવવા માટે જમીનો હડપ થઇ રહી છે. જે તંત્ર સાવ અજાણ છે. કાં તો ધ્યાન આપતું નથી, એ મોટો પ્રશ્ન છે, આને કારણે આગામી સમયમાં પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે તેમ છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઘુડખર અભયારણ્યમા 1973 મા અગરિયાઓની ગણતરી થઈ તેમાં 300 અગરિયાં નોંધાયા હતા. અને.1973 માં અભયારણ્ય જાહેર થતા આ અગરિયાઓ ને રહેમ રહે ત્યાં વસવાટની પરવાનગી સાથે દોઢ વિઘો જમીન મીઠું પકવવા આપેલ. 1973 મા 4975 ચોરસ કીલોમીટર એરિયા ઘુડખર માટે આરક્ષિત રાખવામા આવેલ 1992 પછી અતિક્રમણ વધવા લાગ્યું અને આજે 10 હજાર હેકટરમા અતિક્રમણ થયું છે. અને આરક્ષિત વિસ્તારમા પણ ધીરે ધીરે ગેરકાયદેસર અતિક્રમણ શરૂ થતા આજે 30 વર્ષે અભયારણ્યમા ગેરકાયદે અગરિયાઓની વસાહત ઉભી થઇ છે. હાલ આ વિસ્તારમાં મીઠું પકવવાની કામગીરીને લઇ ને ઘુડખરના જીવન નિર્વાહ માટે પેચીદો પ્રશ્ન બન્યો છે, કે મીઠું પકવવા માટે મોટા પાળા એટલે કે બંધારા બાંધવામાં આવ્યા છે, આ વિસ્તારમાં આવેલી લીલી વનસ્પતિ જેને લાખા લુણી કહે છે. અને ઘાસ જે ઘુડખર સહિત અન્ય પ્રાણીઓ માટે ખોરાક છે, જે નેચરલી હેબઇટે કહેવાય છે, તેનો નાશ થયો છે. તેમજ ઘુડખર જે અહીં સ્વૈવિહાર કરે છે. તેને બાધારૂપ છે. અન્ય વન્ય પ્રાણીઓ પણ ફરી શકતા નથી.અહીંના નેચરલી અને આર્ટિફિશિયલ ટાપુઓ પર વન્યસૃષ્ટિ વસવાટ. રિપોર્ટ બાય : ભરત સથવારા પાટણ