માનવ સેવા એજ પ્રભુ સેવા ના શીર્ષક હેઠળ અંજાર શહેર મા રોડ પર પડેલ ખાડા પૂરો અભિયાન

ઐતિહાસિક અંજાર શહેરના આંતરીક રોડ હોય કે બાહ્ય તમામ જગ્યાએ ખાડા પડેલા છે. અંજાર નગર પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયા ખાડા પૂરવા માટે નાખે છે. પરંતુ નબળી કામગીરી તેમજ ફૂલો ફાલ્યો ભ્રષ્ટાચારને કારણે રોડ ખાડામા છે, કે ખાડો રોડ મા છે. તેવું ચોખું દૃશ્ય દેખાઈ રહ્યું છે. અંજાર શહેર હોય કે સોસાયટી દરેક જગ્યાએ વાહન ચાલકોને ખાડાના કારણે આર્થિક નુકસાની વેઠવી પડે છે. ત્યારે પ્રજાની પીડાને પોતાનું દર્દ સમજી પાણીના પરબથી કરેલ સેવા એમ્બ્યુલન્સ સુધી પહોંચેલા ત્યાંથી વણથંભી સેવા અવીરત આગળ વધતા મહેશભાઈ સ્ટીરિયો સાઉન્ડ દ્વારા અંજાર શહેર મધ્યે આવેલ સવાસરનાકા પાસે યમદૂત સમાન ખાડાને પૂરવા માટે સ્વયમ ખર્ચે અભીયાન શરૂ કરવામાં આવેલ છે. અંજાર નગર પાલિકાની જવાબદારી હોવા છતાં કુંભકર્ણમા સૂતેલ તંત્રના ગાલ ઉપર તમાચો મારવા સમાન છે, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તેવું પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા એ અખબારી યાદી દ્વારા જણાવ્યું છે. રિપોર્ટ બાય: હીનલ જોષી અંજાર.