નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ભુજ અને ગાંધીધામમાં ૧૦ મી જુલાઇ સુધી રાત્રિ કરફર્યુ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી લંબાવાયું

નોવેલ કોરાના વાયરસ (કોવિડ-19) કે જેને ડબલ્યુએચઓ ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-એ તા.૨૫/૦૬/૨૦૨૧ મુજબ રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંઘાયેલછે. જેથી પ્રવર્તમાન પરિસ્થિતિની પુન: સમીક્ષા કરી તારીખ ૦૯/૦૬/૨૦૨૧ના હુકમથી મુકવામાં આવેલ નિયંત્રણોના સ્થાને પુખ્ત વિચારણા બાદ નીચે મુજબ નિર્ણય કરવામાં આવેલ છે. રાજયના ૧૮ શહેરોમાં તારીખ ૨૬/૦૬/૨૦૨૧ ના રાત્રિના ૧૦.૦૦ કલાકથી તારીખ ૧૦/૦૭/૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુઘી રાત્રિ કફર્યુની અવઘિ લંબાવવામાં આવેલ છે. જેથી સુજલ મયાત્રા, આઈ.એ.એસ., કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ- (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ -૧૪૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ થી તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, કચ્છ જીલ્લાના ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરમાં તારીખ ૨૬/૦૬/૨૦૨૧ના રાત્રિના ૧૦.૦૦ કલાક થી તારીખ ૧૦/૦૭/૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુઘી રાત્રી કફર્યુ રહેશે. જેથી આ વિસ્તારના રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવું નહિ તેમજ કોઇ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, સોસાયટીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવુ નહિ અથવા પગપાળા કે વાહનો મારફતે હરવુ ફરવુ નહિ. રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે. બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે. મુસાફરોને રેલ્વે, એરપોર્ટ,એસટી કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે. રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી. આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે. નિયંત્રણો: ભુજ શહેર તથા ગાંઘીઘામ શહેરમાં તા.૨૬.૦૬.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૧૦.૦૭.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી નીચે મુજબના નિયંત્રણો અમલમાં મૂકવામાં આવે છે. તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ,માર્કેટીંગ યાર્ડ, અઠવાડીકગુજરી/બજાર/હાટ,હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના ૦૯:૦૦ કલાકથી રાત્રિના ૦૯.૦૦કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૦.૦૬.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.) રેસ્ટોરેન્ટ્સ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ રાખી શકશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૦.૦૬.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી.) રેસ્ટોરેન્ટ્સ હોમ ડેલિવેરીની સુવિધા રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકશે. જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ રાખી શકશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૦.૦૬.૨૦૨૧ સુધીમાં વેક્સિનેશનના પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.) જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટેકોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦(સો) વ્યક્તિઓની મંજૂરીરહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક,શૈક્ષણિક,સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. આઇએલટીએસ તથા ટીઓઈએફઈએલ જેવી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.સાથે યોજી શકાશે. વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૦.૦૬.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી.) પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્જ ર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્સાપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ તા.૩૦.૦૬.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.) પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા તા.૩૦.૦૬.૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે) સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળોમહત્તમ ૫૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.(તમામ સંચાલકો, કર્મચારીઓએ તેમજ કામગીરી સાથે સંકળાયેલ અન્ય વ્યકિતઓએ તા.૩૦.૦૬.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે. નહી.) શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય),વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે. ઉપરોકત જણાવેલ બાબતો સંદર્ભમાં જે વ્યકિતઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાંRTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની ડિસ્ચાર્જ સુમમરીની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઇ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે. કોવિડ-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ. ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા. ડેરી, દૂધ-શાકભાજી,ફળ- ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા. શાકભાજી માર્કેટ તથા ફ્રુટ માર્કેટ. કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ. અનાજ તથા મસાલા દળવાની ઘંટી. ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી ટેક અવે ફેસેલિટી આપતી સેવાઓ. ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અનેઆઇ.ટી. સંબંધિતસેવાઓ. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન. પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./ પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટોસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ પોસ્ટ અને કુરીયર સર્વિસ ખાનગી સિક્યુરીટી સેવા, પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ કૃષિ કામગીરી,પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ. આંતરરાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓતથા તેને સંલગ્ન ઈ- કોમર્સ સેવાઓ. તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની કલમ–૧૮૮ અને ઘ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન, ર૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અન્વયે શિક્ષાને પાત્ર થશે.