નોવેલ કોરાના વાયરસ (કોવિડ-19) કે જેને ડબલ્યુએચઓ ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-બી તા.૦૯/૦૬/૨૦૨૧ વાળા હુકમથી સમગ્ર રાજયમાં મુકવામાં આવેલ નિયંત્રણોના સ્થાને નીચે મુજબના નિયંત્રણો તારીખ ૨૬/૦૬/૨૦૨૧ના ૦૬.૦૦ કલાક થી તારીખ ૧૦/૦૭/૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુઘીના સમગ્ર સમયગાળા સુઘી અમલમાં મુકવામાં આવેલ છે. જેથી સુજલ મયાત્રા, આઈ.એ.એસ., કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ફોજદારી કાર્યરીતી અધિનિયમ- (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ -૧૪૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ થી તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, તારીખ ૨૬/૦૬/૨૦૨૧ ના ૦૬.૦૦ કલાકથી તારીખ ૧૦/૦૭/૨૦૨૧ના ૦૬.૦૦ કલાક સુઘીના સમગ્ર સમયગાળા સુઘી સમગ્ર કચ્છ જીલ્લામાં નીચે મુજબના નિયંત્રણો મુકવામાં આવે છે. તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ ,માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટતેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તા.૧૦.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહી. જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ રાખી શકશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૧૦.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનેશનના પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.) જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦(સો) વ્યક્તિઓની મંજૂરીરહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક,શૈક્ષણિક,સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન,ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. આઇઈએલટીએસ તથા ટીઓઈએફઈએલ જેવી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.સાથે યોજી શકાશે. વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૧૦.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી.) પબ્લિક બસ ટ્રાન્સપોર્ટમહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા તા.૧૦.૦૭.૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે) સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળોમહત્તમ ૫૦% કેપેસીટીમાં ચાલુ રહેશે.(તમામ સંચાલકો, કર્મચારીઓએ તેમજ કામગીરી સાથે સંકળાયેલ અન્ય વ્યકિતઓએ તા.૧૦.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.) શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય),વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે. ઉપરોકત જણાવેલ બાબતો સંદર્ભમાં જે વ્યકિતઓના આરટીપીસીઆરટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆરટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની ડિસ્ચાર્જ સુમમરીની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આરટીપીસીઆરટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની કલમ–૧૮૮ અને ઘી એપેડેમિક એકટ ૧૮૯૭ અન્વયે ઘ ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન, ર૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અન્વયે શિક્ષાને પાત્ર થશે.