ગરવી ગરાસણી ગ્રુપ ક્ષત્રિય મહિલાઓનું સમૂહ

ગરવી ગરાસણી ગ્રુપ ક્ષત્રિય મહિલાઓનું સમૂહ છે. જેના મુખ્ય સંચાલકો છે જાડેજા આશાબા ( ભદ્રેશ્વર) ઝાલા વંદનાબા ( માલણીયાદ) અને જાડેજા કિસ્મતબા (કંથકોટ). ગરવી ગરાસણી સમૂહ દરેક ગૃહિણી માટે આશીર્વાદ સમાન છે કારણ કે આ ગ્રુપમાં ઘરે બેઠા વોટ્સપ દ્વારા જ અલગ-અલગ પ્રતિ સ્પર્ધાઓ, લાઇવ ડિબેટ અલગ-અલગ મુદ્દાઓ પર અને ચર્ચા વિચારણા ઉપરાંત સ્પર્ધામાં વિજેતા થયેલ દરેક દીકરીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવે છે અને ભાગ લીધેલ દરેક દીકરીઓને ડિજિટલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવે છે.
આ સમૂહ 10 એપ્રિલ 2021 ના રોજ ખોલવામાં આવેલ છે જેમાં દરેક ઉંમરના દીકરીઓ બહેનો અને બાસાહેબો સામેલ છે. અત્યારે આ ગ્રુપમાં કુલ સાડા આઠસો દીકરીઓ છે. ગરવી ગરાસણી ના ચાર સમૂહ ચાલે છે. સમગ્ર સંચાલન અને નિર્ણાયક નું કામ પણ સંચાલકો દ્વારા જ કરવામાં આવે છે.
ગ્રુપમાં અત્યાર સુધી બેસ્ટ જોડી કોમ્પિટિશન, ક્ષત્રિયોની અને ક્ષત્રાણી ઓ ની સુરવીરતા અને મર્યાદા ટોપીક ઉપર કોમ્પિટિશન, અને લાઇવ ડિબેટ નું આયોજન થઈ ચૂક્યું છે. હાલ આ સમૂહમાં મહા સ્પર્ધાનું આયોજન ચાલી રહ્યું છે. મહા સ્પર્ધા અંતર્ગત કલા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં દરેક દીકરીઓની પ્રતિભા બહાર આવે એ હેતુથી અલગ-અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી છે. જેમ કે ગાયન કલા, નૃત્ય કલા, તલવાર કલા ,ચિત્ર કલા, વેલ ડ્રેસ, લેખન કળા, વકૃત્વ કલા વગેરે વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે.
સમૂહમાં જોડાયેલ દરેક રાજપુતાણી માટે આ સમૂહ એક પરિવાર જેવો છે. હજુ પણ સમાજ માં અમુક પરિવર્તનો લાવવા માટે અને સમાજસેવાના અર્થાત્ એ ઘણું બધું નવું નવું સતત સંચાલકો દ્વારા લાવવામાં આવશે જેનાથી બધાને આનંદની સાથે સાથે ઘણું બધું શીખવા પણ મળશે.
ઝાલા વંદનાબા સંદીપસિંહ સંપર્ક:-૯૭૧૨૨૨૮૯૬૬