મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવો

ભુજ, ગુરુવાર.જે બાળકોના માતાપિતા કોરોના કાળ દરમ્યાન અવસાન પામ્યા છે અથવા જે બાળકના એક વાલી (માતા-પિતા)કોરોના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી (માતા-પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામેલ હોઈ તેવા બાળકોને તેમજ જે બાળકોના એક વાલી અવસાન પામ્યા છે તેવા બાળકોને સહાય આપવા રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્રારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મુકવામાં આવેલી છે.આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય મળવાપાત્ર થશે. આ યોજનામાં સહાય પેટે અનાથ થયેલ બાળક અભ્યાસ કરતુ હોય તેને દર માસે - ૪૦૦૦/- બાળક ૨૧ વર્ષે પૂર્ણ કરે ત્યાં સુધી સહાય મળવા પાત્ર થશે જયારે એકવાલી ગુમાવનાર બાળકો જેનો અભ્યાસ ચાલુ હોય તેવા બાળકોને માસીક રૂ.૨૦૦૦/- ની સહાય બાળક ૧૮ વર્ષની ઉમર સુઘી મળશે. આ યોજના નો લાભ લેવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, 402, બહુમાળી ભવન, ત્રીજો માળ, ભુજ-કચ્છ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૩૨-૨૫૨૬૧૩ પર સંપર્ક કરવો એમ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી વિપુલ ડોરિયાએ જણાવ્યું છે.