ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ નંગ-૧ તથા જીવતા કારતુસ નંગ-૧૬ ની સાથે શાહ એ આલમ દાણીલીમડાના એક ઇસમની ધરપકડ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

Handcuffs on top of a fingerprint form.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલિક નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમા ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમોની તપાસ કરી ગુનાહીત જણાયેથી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી.બારડ નાઓની સુચના આધારે પો.સ.ઇ. બી.આર.ક્રિશ્ચિયન તથા સ્કોડના માણસો સાથે આ દિશામાં તજવીજ હાથ ધરેલ. દરમ્યાન સ્કોડના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા. દરમ્યાન ફરતા ફરતા કલાક ૧૧/૦૦ વાગે પીર કમાલ ચાર રસ્તા દાણીલીમડા પાસે આવતા હેડ.કોન્સ. સુરેશભાઇ જીવણભાઇ તથા હર્ષદસિંહ ગંભીરસિંહ નાઓને સંયુકત બાતમી હકીકત મળલે કે, “એક ઇસમ નામે અયુબખાન ફિરોજખાન પઠાણ નાનો કે જેણે શરીરે કાળા કલરનુ અડધી બાયનુ ગોળ ગળવાળુ ટી-શર્ટ તથા કાળા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે. તે પોતાની પાસે એક ગેરકાયદેસરનુ હથિયાર તથા કારતુસ રાખી થોડીવારમાં તીનબતી ત્રણ રસ્તા અનાજ ગોડાઉન તરફથી ચાલતો આવી અત્રે થઇ જનાર છે.” માણસો સાથે તા.૦૫/૧૦/૨૦૨૧ ના રોજ પીર કમાલ ચાર રસ્તા પાસે વોચ દરમ્યાન બાતમીમાં જણાવેલ ઇસમ ચાલતો આવતાં. જેને રોકી લઇ જેનું નામ ઠામ પુછતાં અયુબખાન ફિરો જખાન પઠાણ, ઉ.વ.૨૨, રહે. મ.નં.૩૪, સુફિયાન ફ્લેટ, ચોથા માળ, શફી મંજીલ પાસે, શાહ-એ-આલમ, અમદાવાદ શહેરનો હોવાનુ જણાવેલ. જેની અંગ ઝડતી તપાસ કરતા પેન્ટની ફેટમાથી એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવેલ. તેમજ પેન્ટના ખીસામાંથી ૧૬ જીવતા કારતુસ તથા વિવો કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ. જે અંગે હથીયાર રાખવાનો પાસ પરવાનો માંગતા નહી હોવાનુ જણાવેલ. ઇસમની પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની પિસ્ટલ નંગ-૧ કિંમત રૂપિયા ૫૦૦૦/ તથા જીવતા કારતુસ નંગ-૧૬ કિંમત રૂપિયા ૧૬૦૦/- તથા વિવો કંપનીનો મોબાઇલ ફોન-૧ કિંમત રૂપિયા ૩૦૦૦/ ની મળી કુલ રૂપિયા ૯,૬૦૦/- ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત ઇસમ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અટક કરવામાં આવેલ ઇસમની પુછપરછ કરતાં પોતાને આ પિસ્ટલ પોતાના મામા સલીમ ઉફે ચા વાલા યાકુબભાઇ પટેલ ઉ.વ.૪૫, રહે.મકાન નં.૧૭, મારવાડીની ચાલી, નવી મસ્જીદની પાછળ, સફી મસ્જીદની સામે, શાહ-એ-આલમ અમદાવાદ શહેરનાએ આજથી છએક માસ પહેલાં ગાંજાના કેસમા ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ. તેના પહેલાં પોતાને સાચવી રાખવા માટે આપી ગયેલ હોવાનુ પ્રાથમીક તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે. હાલમાં પોતાના મામા સલીમ ઉર્ફે ચા વાલા યાકુબભાઇ પટેલ એન.ડી.પી.એસના ગુનામાં સાબરમતી જેલમાં છે. તેમજ અગાઉ ૨૦૨૦માં પણ પોતાના મામા ક્રાઇમ બ્રાન્ચમા ગેરકાયદેસર હથીયારના કેસમા પકડાયેલ હતા. ગેરકાયદેસર પાસ પરવાના વગરના દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કારતુસ સંબંધે ઉપરોક્ત ઇસમ વિરુદ્ધ નોંધાંયેલ ગુનાની આગળની ઉંડાણ પૂર્વકની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. બી.આર.ક્રિશ્ચિયનનાઓ ચલાવી રહેલ છે.