Kutch અખિલ કચ્છ કુંભાર સમાજ ના પ્રમુખ રડ઼ીક ભાઇ મારા દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન 3 years ago Kutch Care News તારીખ 26 એપ્રિલ ના રોજ અખિલ કચ્છ કુંભાર સમાજ ના પ્રમુખ રફીક ભાઇ મારા દ્વારા રમઝાન ના મુબારક મહિનામાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું . સૌ પ્રથમ જિલ્લા પ્રમુખ રફીક ભાઇ મારા સાહેબ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું . સૌથી પહેલા 24 મા રોજા ની ઇફ્તારી કરવામાં આવી હતી . અને દુઆ કરાઇ હતી . ત્યાર બાદ સમાજ ના થનાર કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી . સમાજના વિકાસ માટે સર્વ આગેવાનો એ સહમતિ આપી હતી . સૌ આગેવાનો તેમજ હોદ્દેદારોએ સમાજના વિકાસ માટે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા . પ્રમુખ સાહેબ એ જણાવ્યું સમાજના વિકાસ માટે વિવિધ કમિટીઓ બનાવી , તેમાં હોદ્દેદારો નક્કી કરી વિકાસના કામો કરવામાં આવશે . ખાસ કરીને સમાજના જે ગરીબ પરિવારો છે એમના માટે અને એજ્યુકેશન બાબતે પ્રથમ અગ્રતા આપવામાં આવી હતી . આગામી જે સમાજમાં વિકાસ ના કામો જેમકે હોસ્ટેલ , સોસાયટી વગેરે જેવા કામોને જલ્દીથી અંજામ આપવા સૌ આગેવાનો એ સહમતી આપી હતી . સમાજના વિકાસ માટે સૌ હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે મળી કામ કરશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી . મિટિંગ મા કચ્છ જિલ્લા કુંભાર સમાજના તાલુકા પ્રમુખો , જીલ્લાના હોદ્દેદારો તેમજ આગેવાનો કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા . છેલ્લે સમાજ ના પ્રમુખ જનાબ રફીક ભાઈ મારા સાહેબ એ આવનાર બધા આગેવાનો નો આભાર માન્યો હતો . આં કાર્યક્રમ મા નૌશાદ હસણીયા તેમજ હાજી અલી નવાસી અને કેમ્પ યુવા ગ્રુપ એ જહેમત ઉઠાવી હતી . Continue Reading Previous ગાંધીધામ વોર્ડ નં. ૧૦ ની અંદર ફાઇવ એ, ફાઇવ બી ની અંદર પાણી ની ટાકો બનાવવા અંગે ગાંધીધામ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ નગરપાલિકા માં કરાઈ ઉગ્ર રજુઆતNext આજેરોજ અખાત્રીજ ના દિવસે કેરા ખાતે રાધા કૃષ્ણ મંદિરે શિખર પર રવજીભાઈ ગોવિંદ વરસાણી ના હસ્તે ધ્વજા તેમજ કડસ વિધિ કરાઇ. More Stories Breaking News Kutch રાપર શહેર મધ્યે આવેલ પાણીના સ્ત્રોત નગાસર તળાવને નર્મદાનાં નીરથી ભરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત 8 hours ago Kutch Care News Crime Kutch અંજાર ખાતે આવેલ નગાવલાડીયા નજીક પાર્ક કરેલી ટ્રકમાં બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત 9 hours ago Kutch Care News Kutch Videos સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસની તપાસના ધમધમાટ વચ્ચે હસ્તિક હોટલ પર કાર્યવાહી 9 hours ago Kutch Care News