BSF ભુજ દ્વારા હરામી નાળા વિસ્તારમાં પાક. ફિશિંગ બોટ જપ્ત

આજે 04 મે 2022 ના રોજ સવારે 11:15 વાગ્યે, હરામી નાળા વિસ્તારમાં બોર્ડર પિલર 1158 નજીક પેટ્રોલિંગ કરી રહેલા BSF ભુજને એક પાકિસ્તાની માછીમારી બોટ અને ૩થી4 પાકિસ્તાની માછીમારોની હિલચાલ નજરે પડી હતી. ત્યારે બીએસએફની ટિમ પગપાળા સ્વેમ્પ અને ગટરને પાર કરીને તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે પાકિસ્તાની માછીમારોએ બીએસએફના પેટ્રોલિંગને તેમની તરફ આવતા જોયા અને ભેજવાળા વિસ્તારનો ફાયદો ઉઠાવીને તેઓ પાકિસ્તાની વિસ્તારમાં ભાગી ગયા. BSF એ પેટ્રોલિંગે તેમનો પીછો કર્યો અને બોર્ડર પિલર 1158 પાસે ભારતીય વિસ્તારમાં એક એન્જિન વિનાની પાકિસ્તાની ફિશિંગ બોટને પકડી લીધી હતી. અને જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને બોટમાંથી માછલી તથા માછીમારીની જાળ અને માછીમારીના સાધનો સિવાય કાંઈજ શંકાસ્પદ મળેલ ન હતું. ત્યારે આ વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.