કોમ્બીંગ ના.રા. દરમિયાન પો.સ્ટે.ના વિસ્તારમાંથી દારૂની મહેફીલ માંણતા ઈસમોને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ જી.પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ પ્રોહીબીશ તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટરશ્રી એ.બી.પટેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન તથા જુગારના કેસો કરવા સૂચના આપેલ હોય જે અનવ્યે આજરોજ કોમ્બીંગ ના.રા. માં પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયા ચેક કરતા પો.સ.ઈ ડી.જી.પટેલ નાઓને જાણવા મળેલ કે અમુક ઈસમો પંજાબ રેડીયેટરની પાછળ આવેલ યાદવ એન્ટરપ્રાઈઝ નામની પોતાની દુકાનમાં દારૂની મહેફિલ માણી રહેલ છે જે આધારે રેડ કરી નીચેના ઈસમોને પકડી પાડી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે પકડાયેલ આરોપી –

(૧) શંકરભાઇ બધાભાઇ મરંડ (આહીર) ઉ.વ.૩૭ રહે.હરીઓમ નગર પડાણા તા.ગાંધીધામ

(૨) શનીભાઇ હિતેન્દ્રભાઇ ચાવડા (આહીર) ઉ.વ.૩૦ રહે.ગુરુકુળ તા.ગાંધીધામ

(૩) વિજયભાઇ નારણભાઇ આહીર ઉ.વ.૩૨ રહે.વોર્ડ ૯/બી તા.ગાંધીધામ  

કબ્જે કરેલ મુદામાલ –

( ૧ ) દારૂની ખાલી બોટલ તથા બીયરના ખાલી ટીન તથા ખાલી ગ્લાસ તથા વેફરના પેકેટ તથા બે સીગરેટના ખાલી પેકેટ તથા બે સ્પ્રાઇટની ખાલી બોટલ કિ.રૂ .૦૦ / ૦૦

( ૨ ) મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ. ૩૦,૦૦૦/-

( ૩ ) રોકડા રૂપીયા ૧૦,૫૮,૫૫૦/-

( ૪ ) એક કાળા કલરની ઇસુઝુ ગાડી નં જી.જે.૧૨. ડી.એસ.૯૪૯૨ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ. ૧૫,૮૮,૫૫૦/- ના મુદ્દામાલ

ઉપરોક્ત કામગીરીમા પોલીસ ઈન્સપેકટર શ્રી એ.બી.પટેલ નાઓની સુચનાથી પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એ ડીવીજન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામા આવેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ