CBSEના વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં પ્રવેશ આપનારી 12 શાળાને દંડ

સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન (CBSE) ધો-10 પાસ કરનારા વિદ્યાર્થીઓને નિયમ વિરૂદ્ધ ગુજરાત બોર્ડમાં પ્રવેશ આપનારી શહેરની 12 શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ 5-5 હજારનો દંડ ફટકાર્યો.

ગુજરાત શિક્ષણ બોર્ડએ સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશનમાં બેઝિક ગણિત સાથે ધોરણ 10માં પાસ થનારા વિદ્યાર્થીને ગુજરાત શિક્ષણ બોર્ડમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ-એ ગૃપમાં સીધો પ્રવેશ આપી ન શકાય. આ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે પહેલાં ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10ની ગણિતની મુખ્ય પરીક્ષા પાસ કરવાની હોય છે.

આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કરી તેનું પાલન કરવાનું ફરજિયાત છે. આમ છતાં 12 શાળાઓએ સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડમાં બેઝિક ગણિત સાથે ધોરણ 10 પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. જેમાં શહેરની 3 શાળામાં 3 વિદ્યાર્થીઓ એ-ગૃપમાં અને 9 શાળામાં 20 વિદ્યાર્થીઓને બી-ગૃપમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો.

દંડ પાત્ર શાળાઓ:-                                         

  • સરસ્વતી વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કુલ, એ.કે રોડ
  • રિવરડેલ એકેડેમી, અડાજણ
  • એમ જે ભટ્ટ સાર્વ. હાઇ., મોતા
  • ભૂલકા વિહાર સ્કૂલ, સુરત
  • પી પી સવાણી ચેતન્ય વિદ્યાકુંજ, અબ્રામા
  • આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, પુણા
  • આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, પુણા
  • એમ ટી જરીવાલા માધ્યમિક શાળા, અઠવાલાઇન્સ, સુરત
  • એમ ટી જરીવાલા માધ્યમિક
  • સરદાર વલ્લભભાઈ પટેલ સેકન્ડરી સ્કૂલ, પીપલોદ
  • જીવન ભારતી, નાનપુરા
  • વિદ્યાદીપ જુનિ. કોલેજ, અણિતા