ગાંધીધામની સ્કુલમાં બાળકોના સ્કુલબેગમાં ચેકિંગ કરતા ઈ સિગારેટ્સ મળતા ચકચાર મચી


ગાંધીધામમાં જાણીતી શાળામાં બાળકોના બેગની સરપ્રાઈઝ ચેકિંગ કરતા તેમાંથી ઘણાના બેગમાંથી ઈ સિગારેટ મળી આવતા ચકચાર મછી જવા પામી હતી. પ્રાપ્ત થતી માહિતીના આધારે સ્કુલ પ્રશાસને આ તપાસ કરતા પરિસ્થિતિ સામે આવી હતી.
ગાંધીધામની પ્રતિષ્ઠીત શાળામાં શિક્ષકોને એવી વિગતો મળી હતી કે કેટલાક નબીરા બાળકો તેમના બેગમાં ઈ સિગારેટ રાખીને સમય અને સ્થળ મળે ત્યારે પી લેતા હોય છે. જેથી હાઈસ્કુલના વિધ્યાર્થીના સ્કુલબેગ્સનું અચાનક ચેકિંગ કરાતા કેટલાક બાળકોના દફતરથી ઈ સિગારેટ મળી હતી.
જેનો આંકડો ધાર્યા કરતા વધુ નિકડ્યું હતું. આવું પહેલ્લી વાર નથી થયું, પૂર્વે આદિપુરની શાળામાં પણ આ પ્રકારનું ચેકિગ કરવામાં આવતા ઈ સિગારેટ મળી આવી હતી. ઈ સિગારેટના ઈમ્પોર્ટ પર પ્રતિબંધ છે, ત્યારે હાલમાં મુંદ્રાથી ઈ સિગારેટનો મોટૉ જથ્થો ડીઆરઆઈએ સુરત અને ત્યારબાદ મુંદ્રાથી પણ પકડી પાડ્યો હતો. ત્યારે બાળકોના દફતરમાથી નિકળતી ઈ સિગારેટથી સમાજ વ્યવસ્થાની બદલાતી કે બદહાલ થતી સ્થિતિ અંગે સભ્ય સમાજમાં ચિંતા ફેલાવી છે.