અમદાવાદમાં સ્પાય કેમેરાથી વીડિયો રેકોર્ડ બાબતે મહિલાઓ વચ્ચે થઈ મારામારી

ફતેવાડી કેનાલ નજીકની એક સોસાયટીમાં યુવાન ટી-શર્ટમાં સ્પાય કેમેરા છુપાવી સોસાયટીની મહિલાઓ-યુવતીઓના ફોટા પાડતો હોવાની આશંકા રાખીને મહિલાઓએ યુવકની પત્ની સાથે ઝગડો કર્યો જેમાં મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા બંને પક્ષની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

ફતેવાડી વિસ્તારમાં રહેતા નિલોફરબાનુ(30)એ કરેલી ફરિયાદ અનુસાર સાંજે 5 વાગ્યે અરફાનબહેન, શનાબહેન તથા પૂનમબહેન નિલોફરબાનુને કહ્યું કે, તમારા પતિ કૈયુબભાઈ સોસાયટીની મહિલાઓનો વીડિયો ઉતારે છે. જે બાબતે તેમની વચ્ચે મારામારી થઈ. જ્યારે સામે પક્ષે શનાબહેને કૈયુબ શેખ અને તેમના પત્ની નિલોફરબાનુ સામે ફરિયાદ નોંધાવી ચ્હે કે, શનાબહેન સોસાયટીની અન્ય મહિલાઓ સાથે તેમના ઘર પાસે બેઠા હતા તે દરમિયાન કૈયુબ ટી શર્ટની અંદર અને પાછળના ભાગમાં સ્પાય કેમેરા લગાવીને નીકળ્યો હતો, તે બાબતે તેની પત્નીને ફરિયાદ કરતાં તેમની વચ્ચે ઝઘડો થયો.