અમદાવાદના માનસી ચાર રસ્તા નજીક ટુ-વ્હીલરમાં દારૂની હોમ ડિલિવરી કરવા જતો યુવક ઝડપાયો

વસ્ત્રાપુરમાં ટુ-વ્હીલર પર દારૂની ડિલિવરી કરવા જતા યુવકને પોલીસે માનસી ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા તેની પાસેથી સાત બોટલો મળી આવતા કબ્જે કરી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ કુલદીપભાઈને મળેલી બાતમીને આધારે માનસી સર્કલ નજીક વોચ ગોઠવી એક યુવકને પકડવામાં આવ્યો હતો.

ટુ-વ્હિલરની ડેકીમાં તપાસ કરવામાં આવતા વિદેશી દારૂની 7 બોટલો મળી હતી. પૂછપરછ કરતા તેનુ નામ સંદિપ ભંભાણી હોવાનું અને દારૂની હોમ ડિલિવરી કરતો હોવાનુ જણાવ્યું હતુ. આ અંગે પોલીસે સંદિપ સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે.