રાંદેરમાં ડ્રગ્સ માફીયાએ એક વૃદ્ધની જમીન પચાવી પાડતા પોલસે ડિમોલીશન કર્યુ


રાંદેરમાં રાજીવનગર મધ્યે વૃદ્ધ પારસીની માલિકીની કરોડોની કિંમતની જમીનમાં 150 વારની જગ્યા પર ડ્રગ્સમાફીયા અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાએ ગેરકાયદેઆસે કબજો કરી પોતાનું પાકં મકાન બનાવ્યુ હતું. પારસી કેરમાન લાકડાવાલાની તબિયતથી લાચાર હોવાથી તથા જીવને જોખમ હોવાથી તેઓ અલ્લારખા ઉર્ફે લાલા સામે કાયદેસરની કાર્યવાહી કરી શકતા હતા નહિ.
ડ્રગ્સમાફીયા અલ્લારખાએ આ જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો હોવા અંગે પોલીસને ધ્યાન આવતા ક્રાઇમબ્રાંચ દશેરાના દિવસે અલ્લારખાનું ઘર જેસીબીથી તોડી ડિમોલીશન કર્યું હતું અને પારસી કેરમાન લાકડાવાલાને તે જગ્યાનો કબજો અપાવી આપ્યો હતો.
રાંદેરના કુખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફ તેમજ તેના બે સાગરિતોને 23મી તારીખે ક્રાઇમબ્રાંચે 7.82 લાખના એમડી ડ્રગ્સ સાથે પર્વત પાટિયાની ડી.આર.વર્લ્ડ મોલના ત્રીજા માળે હોટેલ ફાન્સ(ઓયો)માં રૂમમાંથી ઝડપી પાડયા હતા. ડ્રગ્સમાફીયા અલ્લારખા વિરુદ્ધ અલગ અલગ પ્રકારના 38 ગુનાઓ દાખલ કરાયેલા છે.