નવી ભચાઉમાં વૃધ્ધાના બંધ ઘરમાંથી 82 હજારના રોકડ અને દાગીનાની તસ્કરી

નવી ભચાઉમાં તાલુકા પંચાયત પાછળના ભાગમાં આવેલ વૃદ્ધાના બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રોકડ-દાગીના સહિત 82 હજારની મત્તાની ચોરી કરી ગયા હતા. આ બાબતે ભચાઉ પોલીસ મથકેથી પરમ શાંતિ ઈંગ્લીશ સ્કુલ પાછળ, નવી ભચાઉમાં રહેતા 64 વર્ષીય ચંદ્રસિંહ વિજયસિંહ વાઘેલાની ફરિયાદને નજરે રાખીને મળતી વિગતો અનુસાર ફરિયાદીની માતા જીકુબા તાલુકા પંચાયત ક્વાર્ટર પાછળ રેલવે પટરી સામે રહે છે. જેમની તબિયત સારી ન હોવાથી તે ફરિયાદીના ઘરે આવ્યા હતા. જે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ બંધ ઘરનું તાળું તોડી કબાટની તિજોરી માંથી 25 ગ્રામની સોનાની કંઠી, 2 સોનાના કેયડા, 6 ચાંદીના સિક્કા અને રોકડા રૂ. 6000 મળી કુલ રૂ. 82,100ની મત્તાની તસ્કરી કરી ગયા હતા. જે વિશે ફરિયાદીએ ભચાઉ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.