ચૂંટણી પહેલા ECદ્વારા હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાંથી કરોડોની રોકડ, દારૂ, ડ્રગ્સ જપ્ત

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને પગલે રોકડ, દારૂ અને મફત ભેટ રેકોર્ડ સ્તરે જપ્ત કરાઈ છે. ચૂંટણી પંચે શુક્રવારે કહ્યુ કે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અત્યાર સુધી 50.28 કરોડ રૂપિયાની રોકડ, દારૂ, કિંમતી ધાતુ કબ્જે કરાઇ છે જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 71.88 કરોડ રૂપિયા રોકડ, ડ્રગ્સ, કિંમતી ધાતુ કબ્જે કરવામાં આવી છે.
ચૂંટણી પંચ મુજબ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતના અમુક દિવસોમાં 71.88 કરોડ રૂપિયાની રોકડ કબ્જે થઈ, જે 2017ની વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરવાની સમગ્ર સમયગાળામાં કરવામાં આવેલી જપ્તી કરતા પણ વધારે છે. તે સમયે આ 27.21 કરોડ રૂપિયા હતી. આ રીતે હિમાચલ પ્રદેશમાં પણ 2017ના 9.03 કરોડ રૂપિયાની તુલનામાં 50.28 કરોડ રૂપિયા કબ્જે થયા જે પાંચ ગણા કરતા વધારેની વૃદ્ધિને દર્શાવી રહ્યા છે.
ઉલ્લેનીય છે કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બર શનિવારે એટલે કે આવતીકાલે મતદાન થવાનુ છે જ્યારે ગુજરાતમાં 5 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.