મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી કાઢતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ

અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોઇ જે અન્વયે પો.ઇન્સ.શ્રી એચ.એસ. ત્રિવેદીનાઓની સુચનાથી મુંદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. હીતેન્દ્રભાઇ માણસીભાઇ ગઢવી નાઓને સચોટ ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે, મુંદરા પો.સ્ટે.ગુ.ર.ન.૧૪૪૪/૨૦૨૨ આઇ.પી.સી.ક.૩૭૯ મુજબના ગુના કામે ચોરીમાં ગયેલ મોટર સાયકલ રજી નંબર – જી.જે.૧૨ સી.એલ.૭૮૬૩ વાળાની ચોરી કરનાર ચોર ઇસમ પ્રાગપર ચોકડી પાસેથી મુંદરા બાજુ નીકળનાર છે. જે બાતમી આધારે તુંરત જ વર્ક આઉટ કરી વોચમાં રહેતા ચોરી થયેલ મોટર સાયકલ રજી નંબર – જી.જે.૧૨ સી.એલ.૭૮૬૩ વાળા સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ, મુંદરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવામાં મુંદરા પોલીસને સફળ થયેલ છે.

.

પકડાયેલ આરોપી

૧) જોગરાજસિંહ લાલુભા જાડેજા ઉ.વ.૨૧ રહે-ડેરી વાળી શેરી મોટા રેહા તા-ભુજ મજકુર આરોપી નલીયા પોલીસ સ્ટેશન ગુ.૨.ન.-૪૧૨/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૬૩,૩૬૬,૧૧૪ મુજબનો ગુનાહીત ઇતીહાસ ધરાવે છે. ૨) કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર

કબ્જે કરેલ મુદ્દામાલ

મોટર સાયકલ રજી નંબર – જી.જે.૧૨ સી.એલ.૭૮૬૩ કિં.રૂ.૨૫,૦૦૦/-

મુંદરા

પોલીસ સ્ટેશન

આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ

લગ

આ સરાહનીય કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એચ.એસ. ત્રિવેદી તથા પો.સ.ઇ.શ્રી વી.એન.ચાવડા તથા એ.એસ.આઇ. દિનેશભાઇ એમ.ભટ્ટી તથા પો. હેડ કોન્સ. હીતેન્દ્રભાઇ એમ. ગઢવી તથા મહિપતસિહ વી. વાઘેલા તથા દર્શનભાઇ આર. રાવલ તથા પો.કોન્સ. મથુરજી બી. કુડેચા તથા મુકેશભાઇ જે. ચૌધરી તથા સંદિપદાન ડી.ગઢવી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.