ચોરે લીધો ઊંઘનો લાભ: સયાજીનગરી ટ્રેનમાં ઊંઘી રહેલા મહિલા મુસાફરનો 1,24,900નો સામાન સેરવાયો

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મહિલા મુસાફરનો પર્સ તથા 2 મોબાઈલ ફોન ચોરી થયા હોવાની ઘટના ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં નીતિસિન્હા મુકેશ મોહનસિંગ સિંગે જણાવ્યુ હતું કે તેઓ તા.5-1ના અમદાવાદથી ભુજ આવવા માટે સયાજીનગરી એક્સ.ટ્રેનમાં પોતાની મિત્ર નીતા કેજરીવાલ તથા નિશીસિંહા સાથે મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ આશરે દોઢ વાગ્યે સૂઈ ગયા હતા અને સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં જાગતા તેમનું સફેદ કલરનું લેડિઝ બેગ તથા મોબાઈલ ફોન મળી આવ્યા ન હતા. બેગમાં બેંકની ચેકબુક, ક્રેડિટકાર્ડ, આશરે 15000 રોકડા રૂપિયા હતા તેમજ ચાર્જિગ મુકેલ આઇફોન14 plus જેના કવરમાં ફરિયાદીનું આધારકાર્ડ, ડેબિટ કાર્ડ જેની કિમત 99900 તથા બીજો one plus ગ્રે કલરનો મોબાઈલ ફોન કી.10000 મળી કુલ.124900ની માતાનો સરસામાન ચોરી થઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.