ભચાઉમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

crime

copy image

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભચાઉ શાકમાર્કેટ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, રોડ પર એક શખ્સ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી/માંઝાનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે 5400નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી:

 1. મોહસીન દાઉદભાઈ રાજા ઉ.વ.21 રહે, માનસરોવર વિસ્તાર ભચાઉ