કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરનો 16,700નો સામાન ચોરાયો
copy image
આ અંગે ફરિયાદ નોંધાવતાં સંદિપ રામચંન્દ્ર સુવર્ણએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,તા.7-1ના રોજ બોરીવલીથી ભુજ જવા માટે કચ્છ EXP ટ્રેનમાં પોતાના પરિવાર તથા મિત્ર સાથે મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે પોતાનો સામાન સીટ નીચે મુકેલ હતો. તા.8-1ના સવારે 7 વાગ્યાના અરસામાં ગાંધીધામ રેલ્વે સ્ટેશન પહોચતા તેમના મિત્રના પત્નીનો મોબાઈલ ફોન મળી આવ્યો નહિ. તો ફરિયાદીના દીકરીનો લેડિઝ સોલ્ડર બેગ પણ ક્યાય મળી આવ્યો ન હતો. આ બંને સામાન ચોરી થઈ ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું જેમાં મોબાઈલ ફોન કી.રૂ.16000 તથા બેગમાં ડ્રાવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, ડેબિટ કાર્ડ તથા પરચુરણ સામાન અને રોકડા રૂપિયા 700 મળી કુલ કી.રૂ. 16,700નો સામાન ચોરી થયું હોવાનું જણાઈ આવ્યું હતું. ગાંધીધામ રેલ્વે પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.