આધોઈ પાસે ઇસુઝીએ બાઈકને અડફેટે લેતા 1નું મોત: એક ઘાયલ

આધોઈ પાસે ઇસુઝીએ બાઈકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક 16 વર્ષીય યુવકનું મોત નીપજયું હતું જ્યારે એકને ઇજાઓ પહોચી હતી.

આ અંગે ફરિયાદ નોંધાવતાં મેહુલભાઈ દેવજીભાઈ બગડાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.7-1ના સવારે આઠેક વાગ્યે ફરિયાદી તથા તેમના કાકાનો દીકરો હિમેશ બાબુભાઈ બગડા બપોરના સવા બારેક વાગ્યે GJ-12-AR-2283 બાઇક દ્વારા ઘરે જઈ રહ્યા હતા. સાડા બારેક વાગ્યે શાહુનગર ગેટ પાસે પહોચ્યા તે દરમિયાન GJ-12-BZ-1242 ઈસુઝી ગાડીએ બાઈકને ઠોકર મારતા બાઈક ચાલક અને સવાર બંને નીચે પટકાઈ ગયા હતા. આ ઘટનામાં ફરિયાદીને બંને પગમાં છોલછામ તેમજ જમણા ખભે ઇજાઓ પહોચી હતી. જ્યારે બાઈક સવાર હિમેશને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. હિમેશને સારવાર અર્થે સામખીયારી માતૃ સ્પર્શ હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમિયાન હિમેશને પેટના ભાગે વધારે તકલીફ થતાં ગાંધીધામ સ્ટેર્લીંગ હોસ્પિટલ રિફાર કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન હિમેશનું મોત નીપજયું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.