રેહા ત્રણ રસ્તા પાસે બે બાઈક સામ-સામે અથડાતાં અકસ્માત સર્જાયો

આ અંગે મળતી માહિતી અનુસાર આ અકસ્માત તા.10-1ના સવારના આશરે સવા અગ્યાર વાગ્યાના અરસામાં કોટડા ગામથી આગળ રેહા ત્રણ રસ્તા પાસે સર્જાયો હતો. નાના રેહામા રહેતા નયનાબા તેમજ તેમના પતિ હેમુભા જાડેજા પોતાની માલીકીની GJ-12-એબી-5961 બાઈક દ્વારા પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રેહા ત્રણ રસ્તા પાસે પહોચતા GJ-12-EK-1025ના બાઈક ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે, બેદરકારીથી અને ગફલતભરી રીતે ચલાવી હેમુભાના બાઈકને ઠોકરે લેતા હેમુભા તેમજ તેમના પત્ની નયનાબા નીચે પટકાઈ ગયા હતા. દંપતીને ઈજાઓ પહોચતા તેમને સારવાર અર્થે પ્રથમ કોટડા ગામે ખરેટ સાહેબની હોસ્પિટલ અને ત્યાથી વધુ સારવાર અર્થે ભુજ શ્યામ મેડીકર હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફાર કરાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે હેમુભાને  ડાબા પગ તથા જડબામાં અને નયનાબાને માથાના ભાગે ઈજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. પધ્ધર પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.