બોટાદ ની નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી મોત નિપજાવનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી બોટાદ જિલ્લા પોલીસ.

બોટાદ ખાતે ઢાકણીયા રોડ આઈટીઆઈ પાછળ ફૂલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં એક નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારતા આરોપી વિરુદ્ધની એક ફરિયાદ પીડીત બાળકીના વાલીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં કરેલ હતી . આ ગુનો બનતા ભોગ બનનાર બાળકીના સમાજના આગેવાનોએ એક રેલી યોજી આરોપીને પકડી પાડી તેને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે એક રેલી નું આયોજન કરેલું જે બોટાદ ખાતે જ્યોતિ ગ્રામ સર્કલ થી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન સુધી રેલી યોજાયેલ હતી અને તેઓની માંગ હતી કે આ આરોપીને ફાંસીની સજા કરો એવી માગ સાથે રેલીનું આયોજન થયેલ હતું . આ બનાવની ફરિયાદના અનુસંધાને ગુનાની ગંભીરતા જોતા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડેલ છે. અને આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે.
હાલ આરોપી બોટાદ પોલીસની કસ્ટડીમાં છે અને તેની સામે વધુ તપાસ ચાલી રહેલ છે. આમ ગુનાની ગંભીરતા જોતા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી સરાહનીય કામગીરી કરેલ છે.