આદિપુરમાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા
આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મદનસિંહ સર્કલ પાસે આવતા તેમને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે, ક્રિષ્ના હોસ્પિટલની પાસે જાહેરમાં અમુક શખ્સો ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી 4040 રૂપિયા રોકડા કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- પ્રકાશભાઈ બંસીલાલ સોલંકી, ઉ.વ.55, રહે. જુની સુંદરપુરી
- અશોક કનૈયાલાલ જીવનાની ઉ.વ.38, રહે, મેઘપર બોરીચી
- અનિલ ગોવિંદભાઈ રાઠોડ ઉ.વ.38 રહે, અંજાર