વડાલામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વડાલા ગામ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વડાલા ગામના અંદરના બસ સ્ટોપ પાસે ઓટલા ઉપર એક શખ્સ જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી કિશોર શાંતિલાલ દાફડાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 2100 કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- પકડાયેલ આરોપી:
- કિશોર શાંતિલાલ દાફડા ઉ.વ.29 રહે. ગુંદાલા, કુંભાર ફળિયું