ભુજમાં જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

ભુજ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભીડનાકા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, દાદુપીર રોડ પર ડો. સાહિલના દવાખાનાની સામે એક પર્પલ કારના શર્ટ તથા બ્લ્યુ કલરના પેન્ટ પહેરલ શખ્સ ગેરકાયદેસર રીતે વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી આરોપી રફીક જુણસ ઘાંચીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 1110 તથા એક કાગળ અને પેન કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુણનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી:

  1. રફીક જુણસ ઘાંચી ઉ.વ.41 રહે. ભીડનાકા બહાર દાદુપીર રોડ આલાવારા મસ્જીદની બાજુમાં ભુજ