જખૌ બંદરમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
copy image
એસ.ઓ.જીની ટીમ ગુનાહિત પ્રવૃતિને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જખૌ બંદરમાં રહેતો સાલેમામદ અલારખા જસરાયા પોતાના કબજાની તૂટેલ ઓરડીમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખેલ છે. બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી આરોપી સાલેમામદ અલારખા જસરાયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઓરડીની તલાસી લેતા 734 ગ્રામ કી.રૂ.7340નો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 7340નો ગાંજો, એક વજનકાંટો કિ.રૂ.500 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.500 તેમજ રોકડા રૂપિયા 3600 મળી કુલ.કિ.રૂ.11,940નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપી સાલેમામદ અલારખા જસરાયાને આ માદક પદાર્થ ગાંજાના જથ્થા અંગે પુછપરછ કરતાં આ ગાંજાનો જથ્થો ત્રણેક દિવસ અગાઉ જામનગર ધરારનગર વિસ્તારમાં રહેતો અલ્તાફ ખફી પાસેથી ખરીધ્યું હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી અલ્તાફ ખફી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.