જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ.    

   પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેજ કચ્છ-ભુજ તથા શ્રી પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર નાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચન આપેલ હોઈ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.ડી.ચૌધરી સાહેબનાઓની સુચનાથી ગાંધીધામ બી ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ગાંધીધામ મધ્યે કાર્ગો એકતાનગર ઝુંપડા વિસ્તારમાં ખુલ્લામાં જુગા૨ ૨મતા સાત ઈશમોને પકડી પાડી જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. :: પકડાયેલ આરોપીઓ :: (૧) પ્રહલાદભાઈ જક્શીભાઈ ઠાકોર ઉ.વ.30 રહે.કાર્ગો એકતાનગર ઝુંપડા ગાંધીધામ (૨) માનુજી ચેલાજી ઠાકોર ઉ.વ.૨૮ ૨હે.કાર્ગો એક્તાનગર ઝુંપડા ગાંધીધામ (૩) જગદિશભાઈ હરખાભાઇ પરમાર ઉ.વ.૨૫રહે.કાર્ગો એકતાનગર ગાંધીધામ (૪) અશોકભાઈ વશરામભાઇ પરમાર, ઉ.વ.૩૫ રહે. કાર્ગો એકતાનગર ઝુંપડા, ગાંધીધામ (૫) દશરથભાઈ મંગાભાઈ ઠાકોર, ઉ.વ.૨૪ રહે.કાર્ગો એક્તાનગર ઝુંપડા, ગાંધીધામ (૬) ધનજીભાઈ કાંતીભાઇ પરમાર ઉ.વ.૨૮ રહે.કાર્ગો એક્તાનગર ઝુંપડાગાંધીધામ (૭) અયુબ સિધ્ધીક કુંભાર ઉ.વ.૫૦ રહે.કાર્ગો એકતાનગર ઝુંપડા ગાંધીધામ ::                  કબ્જે કરેલ મુદ્દામાલ : -રોકડા રૂપિયા. ૧૫,૬૦૦/- –         આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર  એમ.ડી.ચૌધરી સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.