પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ એ-ડિવિઝન પોલીસ
ભુજ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લેકવ્યું હોટલ પાસ આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, GJ-12-DR-5555 બાઈકનો ચાલક કૈલાશ પરમાર એક થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ લઈ ભુજ હંગામી બસ સ્ટેશનથી શીવકૃપા નગર જવાનો છે. પોલીસ બાતમીના આધારે વોચમાં હતી તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી બાઈક આવતા બાઈકને અટકાવી બાઈક ચાલક કૈલાશ અભયસિંહ પરમારને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસે રહેલ બેગની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશીદારૂની 750 એમ.એલની કાંચની 7 બોટલ મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી કિ.રૂ.2450નો દારૂ, એક મોબાઈલ ફોન કિ.રૂ.5000 તેમજ બાઈકની કિ.રૂ.30,000 મળી કિ.રૂ.37,450નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપી:
- કૈલાશ અભયસિંહ પરમાર ઉ.વ.20 રહે. ભુજ