માંડવીના મદનપુરામાં યુવકે વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કર્યા હોવા છતાં વધુ નાણાની માંગણી કરી ધમકી આપતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ…
આ અંગે મદનપુરા અટારીયા વાડી વિસ્તારમાં રહેતા ચેતનભાઈ ક્લ્યાણજીભાઈ રંગાણીએ ભુજ ઘનશ્યામનગરમાં કાર્તિક એપારમેંટમાં રહેતા બીરેન શાહ વિરુદ્ધ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 2016માં તેમને ખેતીના કામ માટે રૂપિયાની જરૂરત હોતા તેમને ભુજમાં રહેતા બીરેન જીતેન્દ્ર શાહ પાસેથી દસ લાખ રૂપિયા 5.5 ટકા વ્યાજ લેખે લીધેલ હતા. અને તેમને સિક્યુરિટી પેટે 4 એચ.ડી.એફ.સી બેન્કના સહી કરેલ કોરા ચેક આપ્યા હતા. ફરિયાદીએ થોડા-થોડા હપ્તે ત્રેવીસ લાખ રૂપિયા રોકડા તેમજ આંગડિયા મારફતે ચૂકવી આપ્યા હતા. તેમ છતાં આરોપી બીરેન શાહ ફરિયાદીના ઘરે તેમજ ફોન પર વ્યાજના વધુ રૂપિયાની માંગણી કરે છે. તેમજ રૂપિયા નહિ આપે તો ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં ફરિયાદ કરવાની ધમકીઓ આપેલ છે. પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.