ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે પર ટ્રેલરે એસ.ટી.બસને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

આ અંગે પોલીસના સત્તાવાર સાધનોમાથી મળતી માહિતી અનુસાર ગઈ કાલે GJ-18-Z-5415 એસ.ટી.બસ છોટાઉદયપુર જવા માટે નિકડેલ હતી. બપોરના સવા વાગ્યાના અરસામાં ગાંધીધામથી ભચાઉ નેશનલ હાઈવે ઉપર રિલાઈન્સ પેટ્રોલ પંપ સામે પહોચેલ ત્યારે GJ-12-BT-2124ના ટ્રેલર ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી બસને ઓવર ટેક કરતાં ટ્રેલર બસના દરવાજા પાસે અથડાઇ જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદભાગ્યે કોઈને ઇજા કે જાનહાનિ થયેલ ન હતી પરંતુ બસમાં નુકશાન થવા પામ્યું હતું. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.