પદ્ધરમાં પારિવારિક ઝગડામાં પિતા-પુત્રી પર ત્રણ શખ્સ ધોકા વડે હુમલો કર્યો

ભુજ તાલુકાના પધ્ધરમાં કનૈયાનગરમાં પારિવારિક ઝગડામાં બે પરિવારો ધોકા વડે સામસામે મારામારી કરી હોવાનો બનાવ બન્યો હતો. પધ્ધર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર ગઈ તા.26-3ના મુળ ગામ ખારી (ગોડપર) હાલે, હબાય સીમમાં રહેતા કરશન કરમણ ગાગલ (આહિર)ની દિકરી પ્રિતીબેનને તેમનો પતિ નવીન ભગુ કેરાસીયા તેમજ સાસુ સમીબેન માનસિક ત્રાસ આપી મારકુટ કરતા હતા. જેથી તેના પિતા ઠપકો આપવા જતાં નવીન અને તેનો ભાઈ દેકો (દેવકરણ) ભગુ કેરાસીયા અને સમીબેન ભગુ કેરાસીયા ઉશ્કેરાઈ ગયા હતા અને વૃદ્ધ તથા તેમની પુત્રીને ધોકાથી માર માર્યો હતો. જેમાં તેના પિતાને હાથમાં ફ્રેકચર સહિતની ઈજા પહેંચી હતી. સામાપક્ષે નવીને સસરા કરશન કરમણ ગાગલ અને પત્ની પ્રિતીબેન નવીન કેરાસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પિતા-પુત્રીએ યુવાન અને તેની માતાને લાકડી વડે માર માર્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.