કંડલામાં બીજા માળેથી પટકાતાં કામદારનું મોત
કંડલા ખાતે આવેલી લોજિસ્ટિક કંપનીમાં બીજા માળે કામ કરતાં 22 વર્ષીય યુવાન કામદારનું નીચે પટકાતા મોત નિપજ્યું હોવાની ઘટના કંડલા મરી પોલીસ ચોપડે ચડી હતી.ગાંધીધામમાં રહેતો 22 વર્ષીય અરૂણ રામનરેશ ચૌહાણ કંડલાની લોજિસ્ટીક કંપનીમાં બીજા માળે કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે તે નીચે પટકાયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત કામદારને આદિપુર ડીવાઇન લાઇફ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં તેણે દમ તોડ્યો હતો આ અંગે કંડલા મરીન પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે.