ગાંધીધામ SOG ભચાઉ મધ્યે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ કાર પૂરઝડપે પસાર થતાં પોલીસે કારનો પીછો કરી કારને અટકાવી સુવઈમાં રહેતા કાર ચાલક હાજીશા ભચલશા શેખ તથા કારમાં સવાર લક્ષ્મીબન જેસંગભાઈ ભચુભાઈ સોલંકીની પૂછતાછ હાથ ધરી હતી. પોલીસે હાજીશાશેખની તલાસી લેતા પેન્ટના ખીસ્સામાથી માદક પદાર્થ 3.220 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આરોપી હાજીશા ભચલશા શેખ પાસેથી 32,200નો મેફેડ્રોન તથા 2 મોબાઈલ ફોન કિ.રૂ.10000 તથા રોકડા રૂપિયા 10100 તથા મહિલા આરોપી લક્ષ્મીબન જેસંગભાઈ ભચુભાઈ સોલંકી પાસેથી એક મોબાઈલ ફોન કિ.રૂ.5000 તથા રોકડા રૂપિયા 900 તથા GJ-11-AB-9015 કાર કિ.રૂ.5,00,000 મળી કુલ કિ.રૂ.5,58,200નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીની મેફેડ્રોન ડ્રગ્સ વિશે પૂછપરછ કરતાં આ માદક પદાર્થ મેફેડ્રોન અમદાવાદમાં આવેલ સીદી સૈયદની જાળી પાસેથી શાહરૂખ નામના શખ્સ પાસેથી લીધું હોવાની કેફિયત આપી હતી. જોકે આ ડ્રગ્સ કોને આપવાનું હોવાની જાણકારી હજુ સુધીમાં પ્રાપ્ત થઈ ન હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ ચક્રો ગતિમાન કર્યા છે.