વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે આજે બપોર પછી કચ્છનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો,  ખાસ કરીને તેની વ્યાપક અસર પૂર્વ કચ્છમાં જોવા મળી

બપોર બાદ શરુ થયેલા ભારે પવન વરસાદના માહોલ વચ્ચે ગાંધીધામ, કંડલા અને અંજાર તાલુકાના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. કંડલા પોર્ટમાં જેટી ઉપર કાર્ગો હેન્ડલ કરવા માટેની મોટી તોતિંગ ક્રેન ભારે પવનમાં તેના પાટા ઉપર ખસીને એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. તો ગાંધીધામમાં મોબાઈલ  ટાવર ધરાશાયી થઇ ગયો હતો. તો કયાંક મકાનના પતરા ભારે પવનમાં ઉડી ગયા હતા. અંજારના માર્કેટ યાર્ડમાં પેક કરીને રાખવામાં આવેલી કેરીઓના બોક્સ વરસાદમાં પલાળી ગયા હતા. જેને કારણે વેપારીઓને મોટું નુકશાન થયું હતું. ઉપરાંત મોડવદર પાસે એક કંપનીના શેડ પવનના કારણે ઉડી ગયા હતા.