હનિટ્રેપ નાં વધુ બે આરોપીઓ ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચીમ કચ્છ ભૂજ
નખત્રાણા પોસ્ટમા ગુના રજીસ્ટર નંબર – ૧૧૨૦૫૦૩૫૨૩૦૫૨૪ કલમ – ૩૦૬,૩૮૯, ૧૨૦(બી),૩૪ મુજબ ગઈ તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો રજીસ્ટર થયેલ આ ગુનાના આરોપીઓએ ભેગા મળી એકસંપ થઈ અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી દિલીપભાઇ ભગુભાઇ ગાગલ રહે.ઢોરી તા.ભુજ વાળા પાસેથી રૂપીયા ૪ (ચાર) કરોડ જેવી રકમ બળજબરીથી કઢાવી લેવાનો સમાન ઇરાદો પાર પાડવા આરોપીઓ પૈકી એક આરોપીને તૈયાર કરી આયોજન પૂર્વક મીત્રતા કેળવી દિલીપભાઇ ભગુભાઇ ગાગલ સાથે હાઇલેન્ડ રીસોર્ટ ખાતે જઈ હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ફરીયાદનો ભય બતાવી સહ આરોપીઓના કહ્યા મુજબ રૂપિયાની માંગણી કરતાં દિલીપભાઈને મરવા માટે પ્રેરણ કરેલ જે બાબતનો ગુનો દાખલ થયેલ.
જેથી પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધીક્ષક શ્રી ડો.કરનરાજ વાઘેલા પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના આપેલ જે સુચના અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી ટી.બી.રબારી સાહેબનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે સુચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, વાલાભાઈ ગોયલ, મયુરધ્વજસિંહ જાડેજા, મહીપાલસિંહ પુરોહિત, પ્રધ્યુમનસિંહ ગોહિલ, શક્તિદાન ગઢવી, કંપાભાઈ ચૌધરીનાઓ આરોપીઓની તપાસમા હતા દરમ્યાન આરોપી અક્ષય મુળજીભાઈ કોતર (આહિર) ઉ.વ.૨૫ રહે. યુનિવરસીટી, આકાશવાણી ચોક, શેરી નંબર- ૦૩, મકાન નંબર- ૩૬, રાજકોટ મુળ ગામ રંધોળા, નવાપરા વિસ્તાર, તા.ઉમરાળા, જી. ભાવનગર તથા દીક્ષીત જયેશભાઈ નાકરાણી (પટેલ), ઉ.વ. ૨૮ રહે.૫૦/૨ ડાયમંડ પાર્ક, સોસાયટી, નિકોલ ગામ રોડ, ગાયત્રી સ્કુલની બાજુમાં અમદાવાદ સીટી મુળ રહે. શંગપરા વિસ્તાર, વાકયા રોડ, અમરેલી શહેર વાળાઓની તપાસ દરમ્યાન સંડોવણી બહાર આવતા ઉપરોક્ત ગુના કામે અટક કરવામાં આવેલ છે. તેમજ બાકી આરોપીઓની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ તેમજ તપાસ ચાલમાં છે. અક્ષય મુળજીભાઈ કોતર (આહિર) ઉ.વ.૨૫ રહે. યુનિવરસીટી, આકાશવાણી ચોક, શેરી નંબર- ૦૩, મકાન નંબર- ૩૬, રાજકોટ મુળ ગામ રંધોળા, નવાપરા વિસ્તાર, તા.ઉમરાળા, જી. ભાવનગર > દીક્ષીત જયેશભાઈ નાકરાણી (પટેલ), ઉ.વ. ૨૮ રહે.૫૦/૨ ડાયમંડ પાર્ક, સોસાયટી, નિકોલ ગામ રોડ, ગાયત્રી સ્કુલની બાજુમાં અમદાવાદ સીટી મુળ રહે જૈશંગપરા વિસ્તાર, વાકયા રોડ, અમરેલી શહેર
