Year: 2024

ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

copy image ચેક પરતના કેસમાં  ગાંધીધામની અદાલતે એક આરોપીને તકસીરવાન ઠરાવીને એક વર્ષની સજા તથા  રૂા. 10 લાખ   ચૂકવવા હૂકુમ કર્યો હતો.   કેસની હકીકત એવી હતી કે, ફરિયાદીએ આરોપી  એ  મિત્રતામાં વર્ષ 2022માં રૂા. 5  લાખ  ઉછીના આપ્યા હતા. જેની અવેજમાં આરોપીએ આ રકમનો ચેક આપ્યો હતો.  આ  ચેક  બેંકમાંથી  પરત  થયો હતો.  જેને લઈને આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ હતી.  રજૂ થયેલા પુરવા અને દલીલોના આધારે આરોપીને  તકસીરવાન ઠરાવી આરોપીને એક વર્ષની સાદી તથા રૂા. 10 લાખ વળતર પેટે  60 દિવસમાં ચૂકવી  આપવા  આદેશ  કર્યો હતો.  

ગાંધીધામમાં 47 હજાર દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

copy image ગાંધીધામ શહેરની ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં ઊભેલી કારમાંથી પોલીસે રૂા. 47,100ના અંગ્રેજી  શરાબ  સાથે શખ્સની ધરપકડ કરાઈ હતી. બનાવમાં દારૂ આપનારા ભચાઉના શખ્સનું નામ જાહેર થયું હતું. શહેરની  ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં ઊભેલી કારમાં  શખ્સ દારૂ લઇ આવ્યો હોવાની પૂર્વ  બાતમી પોલીસને  મળી હતી. આ શખ્સ દારૂનો જથ્થો સંતાડવાની ફિરાકમાં હતો, તેવામાં અચાનક  બપોરના આરસામાં  પોલીસ  ત્રાટકી હતી અને આ શખ્સને ઝડપી પાડયો હતો. ગાડીની તપાસ લેવાતાં તેમાંથી વાઇટ લેસ વોડકા  750  એમ.એલ.ની 96 તથા 180 એમ.એલ.ના 135 ક્વાર્ટરિયાં એમ કુલ રૂા. 47,100નો શરાબ પોલીસે હસ્તગત...

વિશ્વ પર્યાવરણ”દિવસ નિમિત્તે વૃક્ષોનુ વધુ પડતુ વાવેતરકરવામા આવે તેવી માનવજ્યોત સંસ્થા ભુજદ્વારા અપીલ

વૈશાખ વદ અપરા ભાગવત એકાદશી નિમિત્તે સ્વામીનારાયણ ભગવાનને ચંદનના કલાત્મક વાઘાનો નયનરમ્ય શણગાર