ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

copy image

copy image

copy image
copy image

ચેક પરતના કેસમાં  ગાંધીધામની અદાલતે એક આરોપીને તકસીરવાન ઠરાવીને એક વર્ષની સજા તથા  રૂા. 10 લાખ   ચૂકવવા હૂકુમ કર્યો હતો.   કેસની હકીકત એવી હતી કે, ફરિયાદીએ આરોપી  એ  મિત્રતામાં વર્ષ 2022માં રૂા. 5  લાખ  ઉછીના આપ્યા હતા. જેની અવેજમાં આરોપીએ આ રકમનો ચેક આપ્યો હતો.  આ  ચેક  બેંકમાંથી  પરત  થયો હતો.  જેને લઈને આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ હતી.  રજૂ થયેલા પુરવા અને દલીલોના આધારે આરોપીને  તકસીરવાન ઠરાવી આરોપીને એક વર્ષની સાદી તથા રૂા. 10 લાખ વળતર પેટે  60 દિવસમાં ચૂકવી  આપવા  આદેશ  કર્યો હતો.