Month: June 2024

મુંદરાની જિંદાલ કંપનીના સિનિયર મેનેજર સાથે 96.16 લાખની ઠગાઈ

copy image શેર માર્કેટમાં ટ્રેડિંગની ટિપ્સ આપીને ટ્રેડિંગ કરાવતા ડિજિટલ ઠગબાજોની ભરમાર થઇ છે, ત્યારે આવા જ ઠગભગતોનો ભોગ મુંદારની જિંદાલ કંપનીના સિનિયર મેનેજર બન્યા છે. તેની સાથે 96.16 લાખની ઓનલાઇન ઠગાઇ થયાની ફરિયાદ નોંધાવી હતી . મૂળ ઉત્તરપ્રદેશ અને હાલે સમાઘોઘા રહેતા  જિંદાલ કંપનીના સિનિયર મેનેજર બ્રિજેશકુમાર  વાસુદેવસિંગ  પટેલે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત સપ્ટેમ્બર-2023માં તેમણે ફેસબુક પર યસ વર્લ્ડ ફોરેક્સ નામની કંપનીની જાહેરખબર જોઇ લિન્ક મારફત તેમાં જોડાયા હતા, જેમાં નિષ્ણાતો સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા ટિપ્સ આપતા હતા. ફરિયાદી બ્રિજેશકુમારે વેબસાઇટ પર પોતાનું ટ્રેડિંગ ખાતું ખોલાવી તેમાં 40.83 લાખ જમા કરાવ્યા  અને તેની સામે તેમને 1.10 કરોડનું રિટર્ન મળ્યું હતું, જે નાણાં ઉપાડવા ફરિયાદીએ એપમાં રિક્વેસ્ટ મોકલતાં તેમને ફોન આવ્યો હતો કે હાલ પૂરી રકમ નહીં ઉપાડી શકો, 60 લાખ ઉપાડી શકશો પરંતુ તેના ઉપર  છ લાખ જીએસટી ભરવાનો  થશે. ફરિયાદીએ આ જીએસટીની રકમ ભરી, પરંતુ પછી હાલ ચૂંટણી છે, સાહેબ હાજર નથી તેવા બહાના અપાયા હતા. આ બાદ ફેબ્રુઆરી-24માં બારક્લેયસ સિક્યુરિટી ગ્રુપ્સની એડ જોઇ ફરિયાદીએ ટ્રેડિંગ માટેની એપ ડાઉનલોડ કરીને તેમાં રૂા. 37.13 લાખ જમા કરાવ્યા હતા. નફા સાથે રૂપિયા ઉપાડવાની કાર્યવાહી કરતાં સિસ્ટમ એરર, સિસ્ટમ  કામ ન કરતી હોવાનું  કહી રૂપિયા પરત ન અપાયા. આ બાદ ફરિયાદીએ માર્ચમાં આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટની એપમાં 13.18 લાખ અને એક ટ્રેડિંગ એપ ગોલ્ડમેન સચ્સમાં રૂા. 5.10 લાખ જમા કરાવી ટ્રેડિંગ કર્યું, પરંતુ આ રૂપિયા પણ...

વરસામેડી સીમમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

copy image અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાંથી પોલીસે મોટાં પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડયો હોવાના અહેવાલ સાંપડયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ  અંજાર પોલીસે વરસામેડી સીમમાં  આવતી શાંતિધામ વિસ્તારમાંથી  દારૂ ભરેલી  નાની  ટ્રક પકડી પાડી હતી.   રાતના 1.30 વાગ્યાના અરસામાં  પોલીસે  દારૂ ભરેલાં વાહનને પોલીસ મથકે લાવી ગણતરીઓ  આરંભી છે. સંભવત: 50થી વધુ  દારૂની પેટી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.  હાલમાં પોલીસ કાર્યવાહીમાં  પરોવાયેલી  હોવાથી  વધુ વિગતો જાણી શકાઈ ન હતી.

લાકડીયા ઓનલાઈન ઠગાઈ કેસનો આરોપી બોટાદથી ઝડપાયો

copy image લાકડીયા પોલીસ મથકમાં નોંધાયેલ ઓનલાઈન છેતરપીંડીના કેસમાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ફેસબુક મારફત રૂપીયાનું રોકાણ કરીને  વધુ નફો મેળવવાની  લાલચ આપી  આરોપીઓએ  ફરીયાદી  સાથે  4.59 લાખની છેતરપીંડી કરી હતી. આરોપીઓએ જુદી જુદી યુપીઆઈ આઈ.ડીથી પૈસા મેળવી લીધા હતાં. આ મામલે એક બેન્ક એકાઉન્ટ ધારક બોટાદના ગઢડાનો રહેવાસી હોવાની બાતમી મળી હતી. પોલીસે આરોપી અનિલ જીવરામજ મેવાસીયાની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આદિપુરમાં જુગાર પ્રકરણમાં પોલીસને ખોટી માહિતી આપનાર સામે ફરિયાદ

copy image આદિપુરમાં જુગાર પ્રકરણમાં પકડાયેલા મહિલા આરોપી દ્વારા પોલીસને ખોટી માહિતી આપવા બદલ વિધિવત રીતે ફરિયાદ  નોંધાઈ હતી. આદિપુર પોલીસે ગત તા. 14/12/2023ના આદિપુર વોર્ડ નં. 2/બીના મકાન નં.394માં જુગારનો  અડ્ડો ચાલતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો અને નવ મહિલા આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આરોપી જયવંતી અશોક ચાવલા (રહે. એસ.સી.એક્સ-35)એ પોતાનું નામ અને અટક છુપાવીને પોલીસ સમક્ષ પોતાનું નામ યશવંતીબેન અશોકભાઈ ચંદનાણી લખાવ્યું હતું. પોલીસ સમક્ષ ખોટું લખાવ્યાની જાણ થતાંની સાથે પોલીસે આ મહિલા આરોપીનું આધાર કાર્ડ મગાવી તપાસ હાથ ધરી હતી. જેના ઉપરથી તહોમતદારે પોલીસને ખોટી માહિતી આપી હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી .

મોટી વિરાણીમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

copy image નખત્રાણા તાલુકા મથકના જોડિયા ગામ મોટી વિરાણીમાં આજે 22 વર્ષીય અશ્વિન દેવજી વણકર (સીજુ) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાના જીવ ગુમાયો  હતો. નખત્રાણા પોલીસ સ્ટેશનથી ફરિયાદી ચંદુલાલ દેવજી વણકરે નોંધાવેલ ફરિયાદ મુજબ    સાંજના  4.30થી 5.30ના સમય દરમ્યાન મોટી વિરાણી બસ સ્ટેશન  વિસ્તારમાં ઓટો  પાર્ટની પોતાની  દુકાન  ચલાવતા હતભાગી અશ્વિન દેવજી વણકરે (ઉ.વ. 22) અગમ્ય કારણસર દુકાનની છતના હુકમાં પ્લાસ્ટિકની  દોરી  બાંધી  ગળેટૂંપો ખાઇ જીવન  ટૂંકાવ્યું હતું. તેને નખત્રાણા સરકારી દવાખાને પી.એમ.  માટે લઇ જવાયો હતો....

મથડામાં ગળું દબાવી પત્નીની  હત્યા કરનાર પતિને પાંચ વર્ષની કેદ

copy image અંજાર તાલુકાના મથડામાં ગળું દબાવી અને માથું પછાડી ઈજા પહોંચી પત્નીનું ખૂન કરનારા પતિને અંજારની  કોર્ટ તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ કેસની વિગત મુજબ  ફરિયાદી જુમાભાઈ  ઈલિયાસ આગરિયાની પુત્રી સલમાના લગ્ન  મથડાના આરોપી અસગર જુસબ આગરિયા સાથે થયાં હતાં. ગત તા. 19/4/2021 ના ફરિયાદીની દીકરીના સસરાએ ફોન પર જાણ કરી હતી કે, તમારી પુત્રી અહીંથી ભચાઉ ભાગી ગઈ છે. પરિવારજનોને ભારે શોધખોળ બાદ પણ પુત્રીની ભાળ મળી ન હતી. દરમ્યાન દીકરીના ઘરમાં  લોહીનાં નિશાન જોવા આરોપી જમાઈની મૃતકના પરિવારજનોએ દબાણપૂર્વક પૂછપરછ કરી હતી. દરમ્યાન આરોપી અસગર જુસબભાઈ આગરિયા (રહે. મથડા)એ ગત તા. 19/4/2021ના વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં પત્ની સલમાને ગળું દબાવી માથું પછાડીને મારી  નાખી  તેના મૃતદેહને કોથળામાં ભરીને સીમમાં બાવળની ઝાડીમાં નાખી દીધો હોવાનું જણાવ્યું હતું. આ અંગે અંજાર પોલીસ મથકે વિધિવત રીતે ગુનો નોંધાયો હતો. આ કેસ અંજાર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ કમલેશ શુક્લ સમક્ષ ચાલી ગયો હતો. 16 સાક્ષીની તપાસ અને 33 જેટલા દસ્તાવેજી પુરાવા તથા બંને પક્ષની દલીલોના આધારે અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા પાંચ હજારનો દંડ કર્યો હતો. જો દંડની   રકમ ન ભરે વધુ 30  દિવસની સાદી કેદની સજા કરવા આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ આશિષકુમાર પંડયાએ દલીલો કરી હતી.

આદિપુરમાં 32 હજારના  દારૂ સાથે એક ઝડપાયો

copy image આદિપુરમાં પોલીસે રૂા. 32,190ના દારૂ સાથે એક શખ્સની અટક કરી હતી. આદિપુરના સિંધુવર્ષા ચાર  રસ્તા પાસે નંબરપ્લેટ વિનાના એક્સેસ દ્વિ-ચક્રીય વાહનને રોકાવીને  તપાસ હાથ ધરી હતી.  દરમ્યાન  તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલ નં. 37 કિં. રૂા. 31,290 તથા ક્વાર્ટરિયા નંગ. 9 કિં. રૂા. 900નો મુદ્દામાલ મળ્યો મળી આવ્યો હતો. 45 હજારની કિંમતનાં વાહન સાથે આરોપી  વિનોદ ઉર્ફે બાદશાહ  હિરજી મહેશ્વરીની પોલીસે ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં સામેલ આરોપી હરેશ ઘનશ્યામભાઈ પીમનાણીને  પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે.