ગાંધીધામમાં 47 હજાર દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

copy image

copy image

ગાંધીધામ શહેરની ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં ઊભેલી કારમાંથી પોલીસે રૂા. 47,100ના અંગ્રેજી  શરાબ  સાથે શખ્સની ધરપકડ કરાઈ હતી. બનાવમાં દારૂ આપનારા ભચાઉના શખ્સનું નામ જાહેર થયું હતું. શહેરની  ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં ઊભેલી કારમાં  શખ્સ દારૂ લઇ આવ્યો હોવાની પૂર્વ  બાતમી પોલીસને  મળી હતી. આ શખ્સ દારૂનો જથ્થો સંતાડવાની ફિરાકમાં હતો, તેવામાં અચાનક  બપોરના આરસામાં  પોલીસ  ત્રાટકી હતી અને આ શખ્સને ઝડપી પાડયો હતો. ગાડીની તપાસ લેવાતાં તેમાંથી વાઇટ લેસ વોડકા  750  એમ.એલ.ની 96 તથા 180 એમ.એલ.ના 135 ક્વાર્ટરિયાં એમ કુલ રૂા. 47,100નો શરાબ પોલીસે હસ્તગત  કર્યો  હતો. આ દારૂ ક્યાંથી આવ્યો તેની પૂછપરછ કરાતાં ઝડપાયેલા શખ્સે પોતે  સવારના આરસામાં  ભચાઉના શખ્સ  પાસેથી લઇ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ભચાઉના આ શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી .