Year: 2024

ચેક પરતના કેસમાં ભુજના ઓટો એડવાઇઝર એક વર્ષ માટે જેલના હવાલે

copy image ભુજના  ઓટો એડવાઇઝરને  ચેક પરતના કેસમાં  એક વર્ષની જેલની સજાનો આદેશ આપવામાં આવ્યો હતો આ કેસની ટૂંક માહિતી અનુસાર ફરિયાદીએ  મુસ્તાક ઓટો  એડવાઇઝરના માલિક  ને ધંધા માટે રૂા. 70 હજાર ઉછીના આપ્યા હતા અને આ પેટે આરોપીએ આપેલો ચેક અપૂરતાં નાણાં ભંડોળનાં કારણે પરત ફરતાં  ફરિયાદીએ ભુજની કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેમાં આરોપીએ  હપ્તાની માગણી કરતાં રૂા. 10 હજાર ચૂકવ્યા બાદ બાકીની રકમ ન ચૂકવતાં ફરિયાદ આગળ ચાલી જતાં આરોપી ને એક વર્ષની સદી કેદની...

વરસામેડીમાં પોલીસે ત્રણ જુગારિઓને ઝડપી પાડ્યા

copy image અંજાર તાલુકાના વરસામેડી ગામમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર ખેલતા ત્રણ  શખ્સોને  પોલીસે પકડી પાડી રોકડ રૂા. 89,000 હસ્તગત કર્યા   હતા. વરસામેડી ગામમાં આવેલા રામ મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં  બપોરના આરસામાં   જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો. તેવામાં પૂર્વ બાતમીના આધારે પોલીસ  આવી પહોંચી હતી. પોલીસને જોઈ ખેલીઓ ભાગવા લાગ્યા હતા પરંતુ પોલીસે  ત્રણ  શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 89,000 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 1,04,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો

ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપીને છ માસની કેદ  

copy image ગાંધીધામની એક કંપની પાસે માલ લીધા બાદ ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ માસની સજા ફટકારવામાં આવી હતી. ગાંધીધામની એસ.પી. ઇમ્પેક્ષમાંથી જે.કે. ટિમ્બર ટ્રેડર્સના માલિકે  રૂા. 25,50,591ના લાકડાં લીધા હતા. જે પૈકી રૂા. 19,93,117 બાકી નીકળતાં આરોપીએ ફરિયાદીને રૂા. 7,18,117નો ચેક આપ્યો હતો, જે બેંકમાં જમા કરવા  જતાં ચેક પરત ફર્યો હતો. દરમ્યાન આરોપી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરાયો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશએ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને છ માસની સાદી કેદ તથા વળતર પેટે ફરિયાદીને રકમ ચૂકવી આપવા હૂકુમ કરાયો હતો. 

સાંતલપુરમાં માલિકો સરકારશ્રીના આદેશને ઘોડીને પી ગયા કાળજાળ ગરમીમાં પણ મજૂરોને કરાવાયું 24 કલાક કામ

અંકલેશ્વર ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મંદિરે અંબાજી માતાના 57માં પાટોત્સવની ભવ્ય ઉજવણી

અંકલેશ્વર ડેપોમાં બસની બ્રેક નહીં લાગતા સોસાયટીની દીવાલ તૂટી પડી; ઘટના CCTVમાં કેદ

લૈયારી આંગણવાડી ખાતે અંધજન મંડળ KCRC ભુજ દ્વારા ફ્રી નેત્ર નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન