ચેક પરતના કેસમાં ભુજના ઓટો એડવાઇઝર એક વર્ષ માટે જેલના હવાલે
ભુજના ઓટો એડવાઇઝરને ચેક પરતના કેસમાં એક વર્ષની જેલની સજાનો આદેશ આપવામાં આવ્યો હતો આ કેસની ટૂંક માહિતી અનુસાર ફરિયાદીએ મુસ્તાક ઓટો એડવાઇઝરના માલિક ને ધંધા માટે રૂા. 70 હજાર ઉછીના આપ્યા હતા અને આ પેટે આરોપીએ આપેલો ચેક અપૂરતાં નાણાં ભંડોળનાં કારણે પરત ફરતાં ફરિયાદીએ ભુજની કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેમાં આરોપીએ હપ્તાની માગણી કરતાં રૂા. 10 હજાર ચૂકવ્યા બાદ બાકીની રકમ ન ચૂકવતાં ફરિયાદ આગળ ચાલી જતાં આરોપી ને એક વર્ષની સદી કેદની સજા અને બાકીની રકમ રૂા. 60 હજાર ફરિયાદીને વળતર તરીકે એક માસમાં ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો આદાલતે હુકમ કર્યો હતો .