ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપીને છ માસની કેદ
ગાંધીધામની એક કંપની પાસે માલ લીધા બાદ ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ માસની સજા ફટકારવામાં આવી હતી. ગાંધીધામની એસ.પી. ઇમ્પેક્ષમાંથી જે.કે. ટિમ્બર ટ્રેડર્સના માલિકે રૂા. 25,50,591ના લાકડાં લીધા હતા. જે પૈકી રૂા. 19,93,117 બાકી નીકળતાં આરોપીએ ફરિયાદીને રૂા. 7,18,117નો ચેક આપ્યો હતો, જે બેંકમાં જમા કરવા જતાં ચેક પરત ફર્યો હતો. દરમ્યાન આરોપી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરાયો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશએ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને છ માસની સાદી કેદ તથા વળતર પેટે ફરિયાદીને રકમ ચૂકવી આપવા હૂકુમ કરાયો હતો.